સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII)ના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, તેમની કંપનીએ ડિસેમ્બર 2021થી કોવિડશિલ્ડ રસીનું ઉત્પાદન બંધ કરી દીધું છે. ઉપલબ્ધ કુલ સ્ટોકમાંથી લગભગ 10 કરોડ ડોઝની તારીખ એક્સપાયર થઈ ગઈ છે. વિકાસશીલ દેશોની વેક્સીન મેન્યુફેક્ચરર્સ નેટવર્ક (DCVMN)ની વાર્ષિક સામાન્ય સભામાં પત્રકારો સાથે વાત કરતા આદર પૂનાવાલાએ જણાવ્યું કે, બૂસ્ટર રસીની કોઈ માંગ નથી. લોકો સુસ્ત થઈ ગયા છે અને રોગચાળાથી કંટાળી ગયા છે.