બોટાદ વિધાનસભા 107 બેઠક પર સ્થાનિક ઉમેદવારની માંગ

2022-10-21 1

બોટાદ વિધાનસભા બેઠક 107 પર સૌરભ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. બોટાદ વિધાનસભા બેઠકમાં સૌથી વધુ કોળી સમાજના મતદાન બાદ પાટીદાર સમાજનું મતદાન છે ત્યારે બે દિવસ પૂર્વે 1500થી વધારે કડવા પાટીદારની ભાજપ દ્વારા સ્થાનિક ઉમેદવારની પસંદગી કરાય તેને લઈ બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ આજે સમઢીયાળા ગામ ખાતે ખાનગી ફાર્મ હાઉસમાં બોટાદ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને હાલમાં પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય છનાભાઈ કેરાળિયાની આગેવાનીમાં અલગ અલગ ગામના 500 થી વધારે કોળી સમાજના આગેવાનોની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં બોટાદ વિધાનસભા 107 પર ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવામાં આવે તેને લઈ મહત્વની ચર્ચા કરાઈ હતી.