PM મોદીએ કેદારનાથની મુલાકાત સમયે કામદારો સાથે વાત કરી. કેદારનાથ બાદ બદ્રીનાથના બદ્રી વિશાલાની પણ પૂજા કરી હતી. 23 ઓક્ટોબરે પીએમ મોદી અયોધ્યા જશે. ભગવાન રામના શરણમાં દિવાળી ઉજવશે. આ દિવસે શ્રીરામનો રાજ્યાભિષેક પણ કરશે. તો અન્ય તરફ જમ્મૂ કાશ્મીરના લેફ્ટનન્ટ મનોજ સિન્હાએ કહ્યું કે દેશની અખંડિતતા સાથે રમત કરનારની ખેર નથી. તેમની સામે કાયદાકીય પગલાં લેવાશે. તો અન્ય તરફ દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓએ ધામા નાંખ્યા છે. આજે આ બેઠકનો અંતિમ દિવસ છે અને કોંગ્રેસ આજે 65 ઉમેદવારોના નામ પર મહોર લગાવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ વિશ્વાસ યાત્રામાં લોકોને 2646 કરોડ રૂપિયાની ભેટ આપી છે. આ સહિતના અનેક મહત્ત્વના સમાચાર.