સુરત શહેરમાં આચારસંહિતા પહેલાં રૂપિયા ૧૦૪૫ કરોડના વિકાસ કામોને મંજૂરી

2022-10-21 31

સુરતમાં SMCની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કુલ ૨૮૪ કામ મંજૂરી આપવામાં આવી હતી. SMCએ આચારસંહિતા પહેલાં રૂપિયા ૧૦૪૫ કરોડના વિકાસ કામોને મંજૂરી આપી હતી. જેમાં પ્રાથમિક સુવિધાના રૂ.૬૭૫ કરોડના કામો જ્યારે માળખાગત સુવિધાના રૂ.૨૨૦ કરોડના કામોને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત માલધારી સમાજને ધ્યાને રાખી ઢોરો માટેના આર.એફ આઈડીનો ચાર્જ લેવામાં આવતો હતો એ હવે લેવામાં આવશે નહિં. 31 માર્ચ 2023 સુધી આર.એફ આઈડી મફતમાં કરવામાં આવશે.