સુરતમાં એક હીરા કંપની દ્વારા પોતાના રત્નકલાકારોને અનોખી ભેટ આપવામાં આવી છે. જેમાં દિવાળી નિમિતે સોલાર પેનલની ભેટ આપવામાં આવી છે. તેમાં 1000 જેટલા
રત્નકલાકારોને સોલાર પેનલની ભેટ આપવામાં આવતા વીજળીની બચત થશે. તેમજ એમપીના રાજ્યપાલ તેમજ કેન્દ્રીય મંત્રી સહિતના લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તથા સોલાર
પેનલથી રત્નકલાકારોને ફાયદો થશે. અને દર વર્ષે આ કંપની દ્વારા રત્નકલાકારોને ઉપયોગી થાય તેવી ભેટ દિવાળી પર આપવામાં આવે છે.