વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતી ઘટના સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સામે આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં થયેલ પેપર લીક મામલે ખુલાસો થયો છે. FSL તપાસમાં પેપર રાજકોટની કોલેજમાંથી લીક થયાનો ખુલાસો થયો છે. પેપરલીકને લઈ FSL તપાસ પુરી થઈ છે. ભક્તિનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની તપાસ છતાં માહિતી જાહેર કરાઈ નથી. યુનિવર્સીટીના સૂત્રોએ જણાવ્યું છે કે પોલીસ રિપોર્ટ પછી ફરિયાદ થશે કોલેજ હોય કે કર્મચારી કડક પગલાં લેવાશે.