PM મોદીએ 6ઠ્ઠી વખત કેદારનાથ ધામમાં કર્યા દર્શન

2022-10-21 1

કેદારનાથ ધામમાં આજે પીએમ મોદીએ વિશેષ પૂજા કરી છે. આ સાથે પીએમ મોદીએ 2 નવા રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો છે. પીએમ મોદી દિવાળીએ 75000 યુવાઓને નોકરી આપશે. આ સાથે 22 ઓક્ટોબરે યુવાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાત કરશે. સુરતમાં એક કાર્યક્રમમાં અજય તોમરે સુરતને મીનિ ભારત ગણાવ્યું છે.તો દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની જામીન અરજી પર સુનાવણી થઈ છે. આ સિવાય રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરીવાર વિવાદમાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયું હતું. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.