વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે છે. PM મોદી સવારે 8.30 વાગ્યે કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે, ત્યારબાદ તેઓ સવારે 9 વાગ્યે કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા બાદ પીએમ આદિગુરુ શંકરાચાર્યની સમાધિની મુલાકાત લેશે. વડાપ્રધાન સવારે 11.30 વાગ્યે બદ્રીનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે.