વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કેટલીક માર્ગ પરિયોજના અને હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટના શિલાન્યાસ માટે કેદારનાથ અને બદરીનાથની મુલાકાત લેવાના છે. વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરવા તેઓ કેદારનાથની પણ મુલાકાત લેશે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિના મુખ્ય પૂજારી ગંગાધર લિંગાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલાં તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી હતી. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા મુજબ શુક્રવારે સવારે સાડા આઠ વાગે વડાપ્રધાન મોદી કેદારનાથ મંદિરમાં પૂજાઅર્ચના કરશે. કેદારનાથ ખાતે તેઓ વિવિધ વિકાસ પરિયોજનાનો શિલાન્યાસ કરશે. મંદાકિની અષ્ટપથ, સરસ્વતી અષ્ટપથ સહિતની પરિયોજનાની સમીક્ષા કરીને તેના કામદારો સાથે સંવાદ કરશે.