અમદાવાદના રિંગરોડ પર AMTS બસની સેવા કાર્યરત કરાશે. અસલાલીથી ઝુંડાલ સર્કલ સુધી AMTSના નવા રૂટ શરૂ કરવામાં આવશે. જેમાં વટવા, નિકોલ, દહેગામ સર્કલ, હાથીજણ અને રામોલના લોકોને ફાયદો થશે. ઉત્તર ગુજરાતથી અડાલજ તરફ આવતા લોકોને પણ થશે ફાયદો. રિંગરોડ પર રોજની 10 બસો દોડાવાશે જેથી મુસાફરોને 10 મિનિટમાં જ બસ મળી રહેશે. આ ઉપરાંત વટવા, નરોડા, કઠવાડા અને ઓઢવ GIDCમાં કામ કરતા લોકોને રાહત થશે.