વડાપ્રઘાનના પ્રવાસ બાદ સૌરાષ્ટ્રના રાજકીય ચિત્રમાં બદલાવ

2022-10-20 796

વડાપ્રધાનના પ્રવાસ બાદ સૌરાષ્ટ્રના રાજકીય ચિત્રમાં બદલાવ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાને આ વખતે સૌરાષ્ટ્રની બેઠકો પર વધારે ભાર મુક્યો છે. આ અંગે વડાપ્રધાને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મંચ ચર્ચા પણ કરી હતી. રાજકોટની તમામ બેઠકો જીતવી ભાજપનું લક્ષ્ય છે. આ માટે ભાજપે જિલ્લા ભાજપના આગેવાનોને નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત લોકો સુધી સરકારની યોજનાઓની માહિતી પહોંચાડવા અને ગત ચૂંટણીમાં કોંગ્રેસે જીતેલી બેઠકો પર આક્રમક બનવા નિર્દેશ કર્યો છે. કોડીનાર, ગીર સોમનાથ અને જૂનાગઢ બેઠક માટે દિગ્ગજોને જવાબદારી સોંપાઈ છે.