રાજકોટમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા લોકો સામે તંત્રની લાલ આંખ

2022-10-20 77

દિવાળીના તહેવાર ઉપર જ રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણાના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના હનુમાન મઢી ચોકમાં આવેલા હરભોલે ડેરી ફાર્મ તેમજ યુનિવર્સિટી રોડ અને રૈયા રોડ વિસ્તારના ફરસાણ અને મીઠાઈના ઉત્પાદકોને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. મીઠાઈમાં થતી ભેળસેળ તેમજ ફરસાણની અંદર અખાદ્ય તેલના ઉપયોગ અંગે તપાસ કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી અધિકારી સાથે જ આરોગ્ય વિભાગની ટીમ અલગ અલગ મીઠાઈ અને ફરસાણના ધંધાર્થીઓને ત્યાં પહોંચી હતી જ્યાં સ્થળ ઉપર જ શંકાસ્પદ જણાતા જથ્થાની તપાસ કરી ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આઠ ધંધાર્થીઓને લાયસન્સ બાબતે નોટીસ ફટકારાઈ હતી અને 10 જેટલા નમૂનાનું સ્થળ ઉપર જ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Videos similaires