રાજકોટમાં કેમ અપાઈ રહી છે ચૂંટણી બહિષ્કારની ચિમકી, જુઓ આ વિડીયોમાં

2022-10-20 72

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકોટમાં વિધાનસભાની ચૂંટણીનો 5 સોસાયટીના રહીશોએ બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે. રાજકોટની પેરેમાઉન્ટ પાર્ક, માધવ પાર્ક, ન્યુ યોગી નગર અને ઋષિકેશ સહિતની સોસાયટીના રહીશોએ મતદાનનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું છે. સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ સહિતના પ્રશ્નો નહિ ઉકેલવામાં આવે તો મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે. સ્થાનિકોએ સવારે 11 વાગ્યે એકત્ર થઈ ચૂંટણી બહિષ્કારની ચિમકી સાથે વિરોધ નોંધાવ્યો હતો.

Videos similaires