દિવાળી પર યુવાનોને નોકરીની ભેટ આપવા જઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોદી દેશભરના 75,000 યુવાનોને નોકરીની ભેટ આપવાના છે. તેઓ 22 ઓક્ટોબરે વીડિયો કોન્ફરન્સ દ્વારા યુવાનો સાથે જોડાશે. આ દરમિયાન 75,000 યુવાનોને નોકરીના નિમણૂક પત્રો આપવામાં આવશે. આ વર્ષે જૂનમાં મોદીએ જાહેરાત કરી હતી કે તેમની સરકાર આગામી દોઢ વર્ષમાં એટલે કે ડિસેમ્બર 2023 સુધીમાં 10 લાખ નોકરીઓ આપશે. બેરોજગારીના મુદ્દે વિપક્ષી દળોએ ઘણી વખત મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તમામ વિભાગો અને મંત્રાલયોની સમીક્ષા બાદ આ દિશામાં કામ મિશન મોડમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત મોદી 75,000 યુવાનોને રોજગાર પત્ર આપશે.