બારડોલીના ધુલિયા ચોકડી પાસે આવેલ બાલાજી વેફરના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગ લાગતાં બારડોલી સહિત ત્રણ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગમાં ગોડાઉનમાં પાર્ક કરેલ ૧૧ જેટલા ટેમ્પા બળીને ખાખ થયા હતા તેમજ ગોડાઉનમાં રાખેલ વેફર તેમજ નમકીન બળી ખાખ થતાં કંપનીને આગમાં લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. બનાવની જાણ થતાં બારડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.