કર્ણાટકમાં આફતનો વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

2022-10-20 484

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે રસ્તાઓ ઉખડી ગયા છે. બુધવારે વરસાદના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. શહેરમાં ભારે વરસાદના કારણે વાહનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બેંગાલુરુમાં ભારે વરસાદને કારણે બેલાંદુરના આઈટી વિસ્તાર સહિત શહેરના મધ્ય ભાગમાં અનેક મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

Videos similaires