મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા છે. ખડગેને 7897 મત મળ્યા હતા. તે જ સમયે શશિ થરૂરને 1072 વોટ મળ્યા હતા. જ્યારે 416 મતો રદ થયા હતા. 17 ઓક્ટોબરે કુલ 9385 નેતાઓએ મતદાન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીના 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ છે. અધ્યક્ષ પદ માટે 1939, 1950, 1977, 1997 અને 2000માં ચૂંટણી યોજાઈ ચૂકી છે. 22 વર્ષ બાદ અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ છે.