અમદાવાદના ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીમાં ફરી એકવાર લાગી આગ

2022-10-19 110

અમદાવાદમાં આવેલ ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીમાં રાત્રે આગ લાગી હતી. આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઝૂંપડપટ્ટીમાં આગ લાગતાં ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અગાઉ પણ ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી. વારંવાર આગની ઘટનાઓને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે.