દ્વારકા તાલુકામાં આવેલ દેવપરા વિસ્તારમાં રહેતા માલધારીઓ ટાટા કેમિકલ્સ કંપની વિરૂદ્ધ પ્રદૂષણ મામલે અચોક્કસ મુદ્દતના ઉપવાસ પર બેઠા છે. સેલ પ્રમુખ ટાટા કેમિકલ્સ લિમિટેડ કંપની વિરૂદ્ધ પ્રદૂષણ મામલે દ્વારકા પ્રાંત કચેરી ખાતે અચોક્કસ મુદ્દતના ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે. ટાટા કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં આવેલ સિમેન્ટ પ્લાન્ટ દેવપરા વિસ્તાર નજીક આવેલો હોવાથી ઝેરી ગેસ રજકણો, સીમેન્ટની ડસ્ટ દેવપરા વિસ્તારમાં ફેલાવાથી લોકો ભારે પરેશાન છે. આ બાબતે અનેક લેખિત ફરિયાદો ઉચ્ચ કક્ષાએ કરી છે. પરંતુ જીપીસીપીના અધિકારીઓ સ્થળ ઉપર આવી સેમ્પલો લઈ જતા રહે છે. તંત્ર દ્વારા ફરિયાદના આધારે ટાટા કેમિકલ્સ વિરુદ્ધ માત્ર નોટિસો જ આપવામાં આવે છે કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં નથી. દેવપરા વિસ્તારના રહેવાસીઓ ન્યાય નહીં મળે ત્યાં સુધી દ્વારકા ખાતે આવેલ પ્રાંત અધિકારી કચેરી બહાર ચોક્કસ મુદત આમરણાંત ઉપવાસ ચાલુ રાખશે. આ મામલે ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં ચૂંટણીનો તમામ દેવપરા વિસ્તારના માલધારી સમાજ વિરોધ કરશે.