સુરતના પાંડેસરામાં 61 વર્ષીય વૃદ્ધે 8 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા

2022-10-19 139

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક અમાનવીય ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતા વૃદ્ધે 8 વર્ષની બાળકી સાથે છેડતી કરી હતી. 61 વર્ષીય વૃદ્ધે બાળકીને પોતાના ઘર લઈ જઈ શારીરિક અડપલાં કર્યા હતા. આ અંગે બાળકીએ તેની માતાને સમગ્ર ઘટના જણાવતાં બાળકીની માતાએ પાંડેસરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે વૃદ્ધને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Videos similaires