શહેરમાં રાજકીય પક્ષોના નિષેધના લાગ્યા બેનરો

2022-10-19 106

આગામી મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વિવિધ પક્ષોએ પ્રચાર અને સભાઓ શરૂ કરી છે. સુરતમાં એક એવી ઘટના સામે આવી છે જ્યાં રાજકીય પક્ષોએ પ્રવેશ કરવો નહીના પોસ્ટરો લાગ્યા છે. ડીંડોલી વિસ્તારના ખોડિયાર નગરમાં આ પ્રકારના બેનરો લાગ્યા છે. વિવિધ સમસ્યાઓના હલ ન આવતાં સ્થાનિકોએ આ પ્રકારે બેનર લગાવીને રોષ વ્યક્ત કર્યો છે. આ વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. જ્યારે ભાજપના ગઢમાં જ સોસાયટીઓ બહાર આ પ્રકારના પોસ્ટરો લાગતાં ચર્ચાનો વિષય બન્યો છે.