Video: મમ્મીની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચેલા બાળકને મંત્રીએ આપી ગિફ્ટ

2022-10-19 1,017

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં ત્રણ વર્ષનો બાળક તેના પિતા સાથે તેની માતાની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. બાળકની ફરિયાદ એવી હતી કે તેની માતાએ તેની જીદ માટે તેને ઠપકો આપ્યો હતો. રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ત્રણ વર્ષના બાળકને સાઇકલ અને ચોકલેટ ગિફટમાં આપી.

પોલીસ દ્વારા છોકરાને ગિફ્ટ આપવામાં આવ્યા બાદ રાજ્યના ગૃહ વિભાગે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો. વીડિયોમાં બાળક પોલીસ અને પરિવારના સભ્યોની હાજરીમાં ખુશીથી સાઇકલ ચલાવતો જોવા મળે છે.

બાળક રવિવારના રોજ બુરહાનપુરની દદતલાઈ પોલીસ ચોકી પર તેની માતા વિરુદ્ધ સબ ઈન્સ્પેક્ટર પ્રિયંકા નાયકને ફરિયાદ કરવા પહોંચ્યો હતો. બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

Videos similaires