ખડગે VS થરૂર: કોંગ્રેસને મળશે આજે નવા અધ્યક્ષ

2022-10-19 1,009

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસને આજે તેના નવા અધ્યક્ષ મળશે. 24 વર્ષ બાદ આ પહેલીવાર બનશે જ્યારે પાર્ટીને ગાંધી પરિવારની બહારથી અધ્યક્ષ મળશે. અગાઉ સીતારામ કેસરી બિન-ગાંધી પ્રમુખ હતા. આ પદ માટે વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે સ્પર્ધા છે. સોમવારે 9,915 માંથી 9,500 સભ્યોએ મતદાન કર્યું હતું. આ મતોની ગણતરી સવારે 10 વાગ્યે AICC મુખ્યાલયમાં શરૂ થશે, ત્યારબાદ નવા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે. કોંગ્રેસના 137 વર્ષના ઈતિહાસમાં આ વખતે છઠ્ઠી વખત પ્રમુખ પદ માટે ચૂંટણી થઈ રહી છે.