આર્યન ખાન કેસમાં ગેરરીતિ ? રિપોર્ટ NCBની દિલ્હી ઓફિસે મોકલાવાયો

2022-10-18 915

આર્યન ખાન કેસમાં કેટલાક અધિકારીઓની ભૂમિકા પર સવાલ ઉઠાવતા NCBની દિલ્હી ઓફિસને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. NCBની સ્પેશિયલ વિજિલન્સ ટીમે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસમાં રિપોર્ટ દિલ્હી NCB ઓફિસને મોકલી આપ્યો છે. આ સાથે આ કેસમાં ઘણી ગેરરીતિ હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. તપાસમાં સામેલ અધિકારીઓની ઈરાદા પર પણ સવાલો ઉભા થયા છે. આ કેસમાં 65 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. કેટલાક લોકોએ 3થી 4 વખત તેમના નિવેદન બદલ્યા હતા.