દિલ્હી અને મુંબઈમાંથી 50 કરોડનું કોકેઈન જપ્ત: NCBએ આવી રીતે કર્યો પર્દાફાશ

2022-10-18 181

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા હાથ ધરવામાં આવેલા મોટા ઓપરેશનમાં લગભગ 50 કરોડ રૂપિયાની કિંમતનો 7 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં ચાર વિદેશી અને બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. એન્ટી-ડ્રગ એજન્સીએ દિલ્હીના તિલક નગરમાં વિદેશીઓ દ્વારા ચલાવવામાં આવતી ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો અને એક મહિલા પાસેથી ટ્રોલી બેગમાં છુપાવેલ 5 કિલો કોકેઈન જપ્ત કર્યું હતું. એજન્સીએ મંગળવારે જણાવ્યું હતું કે આ બેગ મહિલાને બે ઇથોપિયનોએ આપી હતી, જેમની પાછળથી ધરપકડ કરવામાં આવી હતી.

Videos similaires