બોરસદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની મનમાનીને લઈ સભ્યોમાં વિરોધ

2022-10-18 153

આણંદની બોરસદ નગરપાલિકાને સુપર સીડ જાહેર કરાઈ છે. પ્રમુખ અને ઉપપ્રમુખની મનમાનીને લઈ સભ્યોમાં વિરોધ હતો જેને લઈ સુપર સીડ કરવા માંગ કરાઈ હતી. ભાજપના જ સભ્યોએ પ્રમુખ સામે બાંયો ચઢાવી હતી તેમજ અન્ય કાઉન્સિલરો અને નગરજનોમાં ભારે રોષ ફેલાયો હતો. અવિશ્વાસની દરખાસ્ત હારી જતાં સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં નગરપાલિકાને બરખાસ્ત કરી સુપર સીડ જાહેર કરાઈ હતી. પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તમાં ભાજપના સભ્યોએ મતદાન કરતા મામલો પ્રદેશ કક્ષાએ પહોંચ્યો હતો. આબરૂ બચાવવા ભાજપે આખી પાલિકાને જ સુપર સીડ કરી દીધી.

Videos similaires