ઈન્ટરપોલની જનરલ એસેમ્બલીની બેઠક 25 વર્ષ બાદ ભારતમાં યોજાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આયોજિત 90મી ઈન્ટરપોલ જનરલ એસેમ્બલીને સંબોધિત કરતા કહ્યું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો દેશ છે અને આઝાદી પહેલા પણ આપણે વિશ્વને વધુ સારું બનાવવા માટે બલિદાન આપ્યા છે.