2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનોની સાથે બળાત્કાર અને હત્યાના 11 દોષિતોને મુક્ત કરવા સામે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ અજય રસ્તોગીએ કહ્યું કે, "રાત્રે આ મામલે એક મોટી એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી. અમે સવારે છાપાઓમાં તેને વાંચ્યું."
જસ્ટિસ રસ્તોગી આટલેથી ન અટક્યા. એફિડેવિટ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે, "જવાબમાં આટલા બધા ચુકાદાઓ કેમ ટાંકવામાં આવ્યા છે? તથ્યલક્ષી પાસાઓ ક્યાં છે? વિવેક વગેરેનો પ્રયોગ ક્યાં છે?"