ઈડરમાં પોલીસની ટીમ પર 50થી વધુ લોકોના ટોળાનો હુમલો

2022-10-18 130

સાબરકાંઠાના ઈડરમાં પોલીસની ટીમ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. ઈડરમાં જુગારના સ્થળે દરોડા પાડવા ગયેલ પોલીસની ટીમ પર 50થી વધુના ટોળાએ હુમલો કર્યો હતો. પોલીસ કર્મીની ટીશર્ટ ફાડી નાખી હુમલો કર્યો હતો. પોલીસે 20 હજારનો મુદ્દામાલ સાથે 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા જેમાંથી 3 ઈસમોને ટોળું ભગાડી ગયું છે. અગાઉ પણ ઈડરમાંથી જુગારધામ ઝડપાયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Videos similaires