ઉત્તર પ્રદેશમાં રખડતા શ્વાનોએ માસુમ બાળકને ફાડી ખાધુ

2022-10-18 443

ઉત્તર પ્રદેશમાં શ્વાન કરડવાના કેસ સતત વધી રહ્યા છે. મોટાભાગના કેસો હાઈ ફાઇ સોસાયટીઓમાંથી આવી રહ્યા છે. આ સિલસિલામાં ફરી એકવાર સેક્ટર-39ની લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં રખડતા કૂતરાઓએ સાત મહિનાના માસૂમને કરડી ખાધો હતો. શ્વાનોએ બાળકને એટલી ખરાબ રીતે બચકા ભર્યા હતા કે તેના આંતરડા બહાર આવી ગયા હતા. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.