આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા છે. CBI દ્વારા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની પૂછપરછ કરવામાં આવતા સંજય સિંહે AAP નેતાઓ અને કાર્યકરો સાથે CBI ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન શરુ કર્યું હતું. અત્રે ઉલેખનીય છે કે કે કથિત દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની સીબીઆઈ ટીમ આજે સવારે 11:30 થી પૂછપરછ કરી રહી છે. આજે સવારથી AAP નેતાઓ CBI હેડક્વાર્ટરની ધમાલ મચાવી રહ્યા હોવાથી પોલીસે કાર્યવાહી કરી હતી.