વૈશાલી ઠક્કરએ આત્મહત્યાના એક દિવસ પહેલા મિત્રો સાથે વાત કરી હતી

2022-10-17 1,324

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરની આત્મહત્યાથી બધા ચોંકી ગયા છે. આટલી સુંદર, યુવા અને પ્રતિભાશાળી અભિનેત્રીની અચાનક વિદાયથી તેના તમામ ફેન્સને આઘાત લાગ્યો છે. વૈશાલીએ ઈન્દોરના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પોલીસને વૈશાલીના મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ પણ મળી છે. આત્મહત્યાના એક દિવસ પહેલા સુધી વૈશાલી સામાન્ય હતી અને તે ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહી હતી.

વૈશાલીએ આત્મહત્યાના એક દિવસ પહેલા મિત્રોને આ વાત કહી હતી
અભિનેતા વિકાસ સેઠી અને તેની પત્ની જ્હાન્વી રાણા વૈશાલીની ખૂબ નજીક હતા. તેણે આત્મહત્યાના એક દિવસ પહેલા વૈશાલી સાથે ફોન પર વાત કરી હતી. વૈશાલીનો પ્લાન હતો કે તે તેના લગ્નની ખરીદી માટે મુંબઈ આવશે. અભિનેત્રી ડિસેમ્બરમાં કેલિફોર્નિયા સ્થિત સોફ્ટવેર એન્જિનિયર સાથે લગ્ન કરવાની હતી.

Videos similaires