હવે બેલારુસ પણ રશિયા-યુક્રેન યુદ્ધમાં જોડાવા જઈ રહ્યું છે. રશિયા તેના પાડોશી દેશ બેલારુસમાં 9000 સૈનિકો તૈનાત કરવા તૈયાર છે. બેલારુસિયન સંરક્ષણ મંત્રાલયના આ દાવાથી યુક્રેનમાં યુદ્ધ વધવાનું જોખમ વધી ગયું છે. જોકે ક્રેમલિને તેને "રક્ષણાત્મક કામગીરી" ગણાવી છે, યુદ્ધ નિરીક્ષકો માને છે કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ઇચ્છે છે કે બેલારુસ લડાઈમાં જોડાય. બેલારુસ એક એવો દેશ છે જે યુક્રેન અને રશિયા બંને સાથે સરહદો વહેંચે છે. યુદ્ધની શરૂઆતથી તે રશિયાને ટેકો આપી રહ્યું છે અને પશ્ચિમી દેશોની ધમકીઓને અવગણી રહ્યો છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે માર્ચ પછી પ્રથમ વખત બેલારુસમાં સૈનિકો મોકલવાનો નિર્ણય "આપણી સરહદ પરના વિસ્તારોમાં ચાલી રહેલી ગતિવિધિઓને કારણે લેવામાં આવ્યો હતો તેમ ડેઈલીમેલે અહેવાલ આપ્યો હતો. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે રશિયાએ બેલારુસિયન ફાઈટર પ્લેનને પરમાણુ મિસાઈલથી સજ્જ કરવાની ધમકી આપી છે. બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો પુતિનની નજીક છે. લુકાશેન્કોના જણાવ્યા અનુસાર, બેલારુસ અને રશિયા તેમના સૈનિકોને એકત્ર કરી રહ્યા છે અને સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના કરી રહ્યા છે.