લગભગ એક મહિના પહેલા બ્રિટનના વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળનાર લિઝ ટ્રુસને પોતાની કન્ઝર્વેટિવ પાર્ટી અને નાણાકીય બજારોમાં ઉથલપાથલમાંથી બહાર નીકળવું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. તો 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં વડાપ્રધાન પદની રેસમાં તેમના હરીફ ઋષિ સુનકના વાપસી પર બુકીઓની હોડ છે. કન્ઝર્વેટિવ પાર્ટીની અંદર અવાજો ઉઠવા લાગ્યા છે, તેઓ કહે છે કે સુનકે પહેલેથી જ નાણાંકીય પરિસ્થિતિ વિશે ચેતવણી આપી હતી. જો કે, આ અઠવાડિયે સુનકે પોતાના 'રેડી ફોર ઋષિ' નેતૃત્વ અભિયાનના ટીમ અને અન્ય અધિકારીઓના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા પૂર્વ-નિર્ધારિત કાર્યક્રમોનું આયોજન કર્યું હતું આ દરમ્યાન ઋષિ સુનકે આના પર મૌન સેવ્યું હતું.