થાણેમાં એક ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ પહોંચી

2022-10-16 476

મહારાષ્ટ્રમાં આજે આગની ઘટના બની હોવાના અહેવાલો સામે આવ્યા છે. અહીંના થાણે શહેરમાં આવેલ મુંબ્રા વિસ્તારમાં આગની ઘટના બની છે. અહીં આવેલ એક ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના અંગે ફાયર બ્રિગેડની જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળો પહોંચી ગઈ છે. આગ એટલી ભયંકર લાગી છે કે, અહીં 4 ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ ઓલવવાના સંપૂર્ણ પ્રયાસો થઈ રહ્યા છે.

Videos similaires