PM મોદી આવતીકાલે કિસાન યોજનાનો 12મો હપ્તો જારી કરશે,જાણો યોજનાની સંપૂર્ણ વિગત

2022-10-16 851

લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળવાપાત્ર 2 હજાર રૂપિયાના હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો હવે ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે સન્માન નિધિ યોજનાના 12મા હપ્તાના નાણાં દિવાળી પહેલા જ કરોડો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, PM મોદી સોમવારે 17 ઓક્ટોબરે કિસાન સન્માન નિધિ યોજનાનો 12મો હપ્તો જારી કરશે.