ત્રણ દિવસ પહેલા જ સુરતના વરાછા વિસ્તારમાં રહેવા આવેલી રાજસ્થાની પરિણીતાએ શનિવારે સાંજે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો. સુરતમાં સમાજના સગા સંબંધી રહેતા હોવાથી પતિએ ઘૂંઘટમાં રહેવા માટે કહેતા ખોટું લાગી આવતા પત્નીએ અંતિમ પગલું ભરી દીધું પોલીસ જણાવી રહી છે.