T20 વર્લ્ડ કપ 2022 આવતીકાલ 16 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ મેગા ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ભારતીય ટીમે બ્રિસ્બેનમાં બે વોર્મ-અપ મેચ રમવાની છે. રોહિત ભારતીય ટીમ આ બે મેચ માટે બ્રિસબેન પહોંચી ગયો છે. બીસીસીઆઈએ વીડિયો શેર કરીને આ વિશે જાણકારી આપી છે. વીડિયો શેર કરતી વખતે BCCIએ લખ્યું, 'ટચડાઉન બ્રિસબેન'