ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દિવાળીના એક દિવસ પહેલા તેનું સૌથી ભારે રોકેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ રોકેટ દ્વારા બ્રિટિશ સ્ટાર્ટ અપ કંપની વનવેબના સેટેલાઇટને અવકાશમાં છોડવામાં આવશે. આ સેટેલાઈટ વિશ્વના અંતરિક્ષમાંથી ઈન્ટરનેટની સુવિધા આપશે. ભારતી એન્ટરપ્રાઇઝ કંપની આ કંપનીમાં શેરહોલ્ડર છે, એટલે કે એરટેલની કંપની.