બાબર આઝમનના જીવનનો સૌથી યાદગાર જન્મદિવસ, 15 સુકાનીઓ સાથે કાપી કેક

2022-10-15 404

પાકિસ્તાનના સુકાની બાબર આઝમ આજે 28મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. બાબરનો જન્મ 1994માં પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. 16 ઓક્ટોબરથી ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાનની ટીમ બાબરની સુકાનીમાં ઉતરશે. તેણે 2015માં પાકિસ્તાન માટે ડેબ્યૂ કર્યું હતું. 2019માં તેને ટીમની કેપ્ટનશીપ મળી હતી. હાલમાં તે ત્રણેય ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.