તુર્કીની કોલસા ખાણમાં વિસ્ફોટ, 25 લોકો કાળનો કોળિયો બન્યા
2022-10-15 25
તુર્કીમાં શુક્રવારે કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. વિસ્ફોટ બાદ કેટલા લોકો ઘટનાસ્થળે ફસાયા છે તે હજુ સ્પષ્ટ નથી. સત્તાવાર નિવેદનો અનુસાર, જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે ખાણમાં લગભગ 110 લોકો કામ કરી રહ્યા હતા.