વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કાયદા પ્રધાનો અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યુ હતુ. PM મોદી સવારે 10.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની આ અખિલ ભારતીય સંમેલનને સંબોધિત કરી હતી. કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા આયોજિત આ બે દિવસીય કોન્ફરન્સનું આયોજન ગુજરાતના એકતા નગરમાં કરવામાં આવી રહ્યું છે.