ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગમે ત્યારે જાહેર થઇ શકે છે. તે પહેલાં ભાજપ ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. છેલ્લાં 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે ત્યારે કોઇપણ સ્થિતિમાં વિધાનસભા ચૂંટણી લૂઝ ના થાય તેના પ્રયત્નો ભાજપ કરી રહ્યું છે. આમ પણ ગુજરાત મોદીનું હોમ સ્ટેટ છે. ત્યારે આવનારી 2024ની લોકસભા ચૂંટણી પર પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અસર પડશે.આ બધી બાબતોને લઇ ગઇકાલે મોડી રાત સુધી પ્રધાનમંત્રી આવાસ પર બેઠકનો ધમધમાટ જોવા મળ્યો હતો.
પ્રધાનમંત્રી આવાસ પર યોજાયેલી બેઠકની અધ્યક્ષતા ખુદ PM મોદીએ કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. બેઠક બાદ ભુપેન્દ્ર પટેલ ગુજરાત આવવા માટે રવાના થયા હતા.