સારા અલી ખાન અને શુભમન ગિલ દિલ્હીમાં સાથે જોવા મળ્યા હતા. એક વીડિયો સામે આવ્યો છે જેમાં સારા અને શુભમન સાથે દિલ્હીની એક હોટલમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. બંને કેઝ્યુઅલ પોશાકમાં હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સારા અને શુભમનને ફ્લાઈટમાં પણ સાથે જોયા હતા.