બીજા અને ત્રીજા માળે વિકાસ કમિશનરની કચેરીમાં આગ લાગી

2022-10-14 237

ગાંધીનગર જૂના સચિવાલયમાં આગ લાગી છે. જેમાં બ્લોક નંબર 16 કચેરીમાં આગ લાગતા ફાયર વિભાગની બે ગાડી ઘટના સ્થળે પહોંચી છે. બીજા અને ત્રીજા માળે વિકાસ કમિશનરની

કચેરીમાં આગ લાગતા ચકચાર મચી છે. સદનસીબે ઓફિસ બંધ હોવાથી કોઇ જાનહાનિ થઇ નથી. જેમાં કચેરીના ડોક્યુમેન્ટ બળીને ખાખ થવાનો અંદાજ છે.