મા મહાકાળીની આરતીવંદના કરીએ

2022-10-14 1

મા મહાકાળીની આરતીવંદના સાથે ધન્યતાની કરીએ પ્રાપ્તિ...સાથે જ દહેગામનાં કંથારપુરા ગામમાં સ્થિત વડવાળા મહાકાળી માતાનાં ધામનાં દર્શન પણ કરીશુ તો ભજનકિર્તનનાં સથવારે મા ભગવતીનાં આશીર્વાદ કરીશુ પ્રાપ્ત. આરતી એ મંદિરનું એક અવિભાજ્ય અંગ છે. જ્યાં પણ ભગવાનની મૂર્તિ હશે ત્યાં આરતીનું અસ્તિત્વ હશે જ. આરતી વિનાનું મંદિર અસંભવ છે .. ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવાનું હોય કે મૂર્તિનું ઉત્થાપન કરવાનું હોય; ભગવાનને જગાડવાના હોય, જમાડવાના હોય કે પછી પોઢાડવાના હોય દરેક વખતે કરવામાં આવે છે આરતી , તો આવો આજના કાર્યક્રમનો આરંભ કરીએ મા મહાકાળીની આરતીને સંગ...