શિવસેના છોડનાર આ નેતાના વખાણ કરતા ઠાકરેએ કહ્યું તો તેઓ CM હોત

2022-10-13 2,165

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા છગન ભુજબળના 75માં જન્મદિવસ પર મોટું નિવેદન આપ્યું છે. પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો છગન ભુજબળે શિવસેના ન છોડી હોત તો તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હોત. ભુજબળના 75માં જન્મદિવસ પર આયોજિત કાર્યક્રમમાં પૂર્વ સીએમ ઠાકરેએ આ વાત કહી હતી. આ કાર્યક્રમમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA)ના ઘણા નેતાઓએ હાજરી આપી હતી.

Videos similaires