કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ આ પદ માટેના ઉમેદવાર શશિ થરૂર અને મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન સમયાંતરે સામે આવી રહ્યા છે. શશિ થરૂર પણ વારંવાર નિવેદનો આપી રહ્યા છે ત્યારે શશિ થરૂરમાં હારનો ડર કે નર્વસ અંગે મલ્લિકાર્જુન ખડગેને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, અમારા ઝઘડો ઉભો કરવાની વાત ન કરો. અમે બંને ભાઈ-ભાઈ છીએ. એક જ પાર્ટીમાં રહીએ છીએ. તેઓ તેમની વાતો અલગ રીતે રજુ કરે છે તો હું મારા વિચારો અલગ રીતે રજુ કરું છું. તો આ બાબતે તેમના અને અમારા વચ્ચે મનભેદ નથી. તેઓ પણ અમારા ઘરથી અને અમારા ફેમિલી મેમ્બર છે, કોંગ્રેસ પાર્ટીના છે.