સુરતમાં થયેલી લૂંટના આરોપી બીજુ કોઇ નહીં પરંતુ ખુદ ફરિયાદી જ નીકળ્યો છે, ચલથાણ સ્થિત કેનાલરોડ ઉપર સ્કોર્પિયોને આંતરીને 55 લાખની લૂંટ થઇ હોવાની ફરિયાદ દાખલ થઇ હતી. જો કે ફરયાદ કરનારે જ લુંટ ચલાવી હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ પોતાના ભાગીદારને છેતરવા માટે લુંટ માટેનો આ સમગ્ર કારસો ઘડ્યો હતો.