વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે હિમાચલ પ્રદેશના ઉના રેલવે સ્ટેશનથી દેશની ચોથી 'વંદે ભારત એક્સપ્રેસ' ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન હિમાચલ પ્રદેશના અંબ અંદૌરા સ્ટેશનથી નવી દિલ્હી રેલવે સ્ટેશન વચ્ચે દોડશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે નવી વંદે ભારત ટ્રેન અગાઉની ટ્રેન કરતાં વધુ અદ્યતન અને હળવી છે અને ટૂંકા ગાળામાં વધુ ઝડપે દોડવામાં સક્ષમ છે.
આ ટ્રેન બુધવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ચાલશે અને અંબાલા, ચંદીગઢ, આનંદપુર સાહિબ અને ઉનામાં સ્ટોપ કરશે. તે માત્ર 52 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. આ ટ્રેનની શરૂઆતથી આ પ્રદેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે અને મુસાફરીનો આરામદાયક અને ઝડપથી પૂરી થઇ શકશે.